Monday 12 September 2011

way towards success

- 51 વર્ષના નિખિલ અંદાજે 31 વર્ષ પહેલાં જ્યારે તેમની ઉંમર 20 વર્ષની હતી ત્યારે તેઓ પાનનો વેપાર કરતા હતા
- દર મહિને લગભગ બે વખત પાનના બંડલ લઇને મુંબઇ સપ્લાઇ કરવા જતા હતા
- આ ધંધામાંથી મહિનામાં તેઓ 200 રૂપિયા કમાઇ લેતા હતા
- હાલના સમયમાં બે લિસ્ટેડ કંપનીઓણાં હિસ્સો છે

કહેવાય છે ને જો ઇરાદો મજબૂત હોય તો વ્યક્તિ માટે કંઇપણ પ્રાપ્ત કરવું અશક્ય નથી. અને આ વાત 51 વર્ષના નિખિલ ગાંધી પર બિલકુલ બંધ બેસે છે. અંદાજે 31 વર્ષ પહેલાં જ્યારે તેમની ઉંમર 20 વર્ષની હતી ત્યારે તેઓ પાનનો વેપાર કરતા હતા. દર મહિને લગભગ બે વખત પાનના બંડલ લઇને મુંબઇ સપ્લાઇ કરવા જતા હતા. ત્યારે તેઓ ટ્રેનના જનરલ ક્લાસમાં મુસાફરી કરતા હતા. અને આ ધંધામાંથી મહિનામાં તેઓ 200 રૂપિયા કમાઇ લેતા હતા.

હવે નિખિલ મુંબઇમાં રહે છે. શહેરના ધનવાનોમાં તેમની ગણતરી થાય છે. હાલના સમયમાં બે લિસ્ટેડ કંપનીઓણાં હિસ્સો છે. આ કંપનીઓ છે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ અને એવરોન એજ્યુકેશનમાં સામેલ છે. આ સિવાય તેઓ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલી કંપની હોરાઇજન ઇન્ફ્રાસ્ટ્રકચરના માલિક છે. આ તમામ કંપનીઓની મળીને તેની નેટવર્થ ઓછામાં ઓછી 2500 કરોડ રૂપિયા છે.

 

No comments:

Post a Comment