Wednesday 14 September 2011

પરમાણુ પ્લાન્ટ કેટલા સલામત, કેટલા ઉપયોગી?

ફ્રાન્સમાં મોર્કોલ ખાતેના પરમાણુ રિપ્રોસેસિંગ પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના ભારત માટે ચિંતા ઉપજાવે તેવી છે, કારણ કે આ જ મશીનરીનો ઉપયોગ ફ્રાન્સની કંપની અરેવા પણ કરે છે જેણે ભારતના મહારાષ્ટ્રના જૈતાપુરમાં ન્યુક્લિયર પ્લાન્ટ લગાવવાનો કોન્ટ્રાકટ લીધો છે. અરેવા અહીં મિક્સ્ડ ઓકસાઈડ ઇંધણનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ ઈપીઆર રિએક્ટરોમાં થાય છે અને આ પ્રકારના રિએક્ટર ભારત અરેવા પાસેથી ખરીદવાનું છે. આ ઉપરાંત દુર્ઘટનાસ્થળનો ઉપયોગ પરમાણુ ઇંધણને નિષ્ક્રિય કરવા માટે પણ થાય છે.

પરમાણુ ટેક્નોલોજીનો વિરોધ કરતા આવતાં રહેલા લોકોની એ દલીલ જુની છે કે પરમાણુ કચરાના નિકાલનો કોઈ સલામત માર્ગ નથી. આથી તાજેતરની ઘટનાથી પરમાણુ ઊર્જાના ટીકાકારોને નવા બહાનાં મળી જશે. દુર્ઘટના બાદ ફરી એ જ ગુપ્તતા જોવા મળી જે પરમાણુ ઉદ્યોગની આગવી ઓળખ છે. સામાન્ય પ્રજાને વિશ્વાસમાં લેવાઈ ન હતી, આથી મીડિયાને સમાચાર માટે સરકારી પ્રવકતાને બદલે પોતાના સ્ત્રોત પર આધાર રાખવો પડ્યો હતો.

આ દરમિયાન અમેરિકના ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલિટી વિભાગના એ રિપોટેં આ ચિંતાઓમાં વધારો કર્યો છે જેમાં જણાવાયું છે કે, અમેરિકાએ વિવિધ દેશોને જે સંવધિgત યુરેનિયમની નિકાસ કરી હતી તેમાંથી ૯૭ ટકા ક્યાં છે અને તેનો શો ઉપયોગ થઈ રહ્યો છે તેની કોઈ માહિતી નથી.

આ બંને સમાચારો બાદ પરમાણુ ઊર્જાના સુરક્ષિત હોવા અંગેની શંકા વધુ ઘેરી બની છે. ફ્રાન્સમાં જર્મનીના માર્ગે ચાલવાની માગ ઊઠી છે, જે નવા રિએક્ટર નહીં લગાવવાની જાહેરાત કરી ચૂક્યું છે. એટલે કે દુનિયાભરનાં પરમાણુ ઊર્જા મથકો માટે આ મોટો પડકારજનક સમય છે. હવે આ આધુનિક ટેક્નોલોજીનો સલામત ઉપયોગ કેવી રીતે કરવો તેના પર પરમાણુ ઊર્જાનું ભવિષ્ય ટકેલું છે.

No comments:

Post a Comment