Monday 12 September 2011


 
પાકિસ્તાનમાં પણ અણ્ણાની માગણી મુજબનો લોકપાલ ખરડો અમલી બનાવવા માગણી

ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો માંડી ચૂકેલા અણ્ણા હજારેમાંથી પ્રેરણા મેળવીને તેમના એક ચાહકે ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર પર દબાણ લાવવા આજથી આમરણાંત ઉપવાસનો આરંભ કર્યો હતો. ૬૮ વર્ષના રાજા જહાંગીર અખ્તરે ઈસ્લામાબાદના બજારમાં આમરણાંત ઉપવાસનો આરંભ કર્યો હતો.

તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે ૬૮ વર્ષના વયોવૃદ્ધ માગણી કરી રહ્યા છે કે પાકિસ્તાનની સરકારે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો પસાર કરવો જોઈએ. અખ્તારે એ વાતની પણ માગણી કરી છે કે રાજકીય પક્ષોએ પાકિસ્તાનને માત્ર સુરક્ષિત દેશને બદલે કલ્યાણકારી દેશમાં તબદીલ કરવા ઘોષણાઓ કરવી જોઈએ.

ઈસ્લામાબાદ ખાતે સુપર માર્કેટમાં દુકાન ધરાવતા અને શાસક પક્ષ પીપલ્સ પાર્ટી સાથે સંકળાયેલા આ બુઝુર્ગ શકસ ભૂતકાળમાં ભાડા નિયમન માટે પણ લડત આપી ચૂક્યા છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા રાજા જહાંગીર અખ્તર અણ્ણાએ કરેલી માગણી મુજબનો લોકપાલ ખરડો પાકિસ્તાનની સરકાર પણ પસાર કરે તેવી માગણી કરી રહ્યા છે.


No comments:

Post a Comment