Wednesday 14 September 2011


ક્રિકેટરો પર કરોડો રૂપિયા લૂંટાવનારી સરકાર હોકી ખેલાડીઓને ફક્ત 25-25 હજાર રૂપિયા આપવા ઈચ્છે છે.


ક્રિકેટમાં વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને સરકારે કરોડો રૂપિયાનું ઈનામ આપ્યું જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાવીને આવેલી હોકી ટીમના ખેલાડીઓને ઈનામ આપવાનો વારો આવ્યો તો સરકારે તેઓને ફક્ત 25-25 હજાર રૂપિયા આપ્યા. સરકારના આ વલણથી નારાજ હોકી ખેલાડીઓએ આ રકમ લેવાની ના પાડી દીધી છે.


ચેમ્પિયન્સ ટ્રોફી જીતને હોકી ટીમ મંગળવારે ભારત પરત ફરી. દિલ્હી એરપોર્ટ પર ખેલાડીઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રમતગમત મંત્રી અજય માકને ખેલાડીઓને 25-25 હજાર રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી પરંતુ ખેલાડીઓએ ચોખ્ખા શબ્દોમાં આ રકમ લેવાની ના પાડી દીધી. ખેલાડીઓનું કહેવું છે કે આટલા રૂપિયામાં તો સારી કિટ પણ ના આવે.


હોકી ટીમના સુકાની રાજપાલ સિંહનું કહેવું છે કે પાકિસ્તાનને હરાવાનું તેમને યોગ્ય સન્માન નથી મળી રહ્યું. રાજપાલે કહ્યું છે કે રમત ગમત મંત્રીના તે દાવાથી ઘણા નિરાશ છે જેમાં હોકીને પુનર્જીવિત કરવાની વાત કહેવામાં આવી છે.


રાજપાલે કહ્યું છે કે રમત ગમત મંત્રી તેમની આશાઓ પર ખરા નથી ઉતર્યા. સારા પૈસા આપી શકાતા હતા. તેમણે કહ્યું છે કે હોકી સંઘ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પાસેથી કંઈક શીખ લઈ શકે છે. બીસીસીઆઈની જેમ હોકી સંઘ પણ ખેલાડીઓને સારા પરિણામ આપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

No comments:

Post a Comment