Tuesday 13 September 2011

ગૂગલ ટૂંક સમયમાં તેની 10 પ્રૉડક્ટના ડબલા ડૂલ કરશે



 
ઇન્ટરનેટ સર્ચ એન્જીન કંપની ગૂગલ ઓછામાં ઓછા 10 ઉત્પાદનોને બંધ કરશે જેનાથી તે પોતાના સંચાલનને વ્યવસ્થિત રીતે ચલાવી શકે. ગૂગલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એલેન યૂસ્ટેસેએ તેમના અધિકૃત બ્લોગમાં આ જાણકારી આપી છે.

તેમાં કહ્યું છે કે આવતા કેટલાક મહીનાઓમાં જ અમે અનેક ઉત્પાદનોને બંધ કરીશુ અને અને કેટલાક અન્યને વર્તમાન ઉત્પાદનોમાં એક કરી દઈશું. તેઓએ કહ્યું કે 'આનાથી અમારા ગ્રાહકો માટે વસ્તુઓ વધારે સરળ થઈ જશે.

તેના ઉપરાંત કંપની પણ અન્ય ઉત્પાદનો ઉપર પણ વધારે સારી રીતે ધ્યાન આપી શકશે.' કંપની જે પ્રોડક્ટ્સને બંધ કરવા જઈ રહીં છે તેમાં ફાસ્ટ ફ્લિપ તેમજ નોટબુક પણ શામેલ છે.

આ પ્રકારે કંપની ડેસ્કટૉપને પણ બંધ કરી દેશે. ગૂગલની યોજના ગૂગલ પેક કાર્યક્રમને પણ બંધ કરવાની છે જે ગ્રાહકોને અનેક સૉફ્ટવેર ડાઉનલોડ કરવાની પરવાનગી આપે છે

No comments:

Post a Comment