Wednesday 14 September 2011

પ્રાથમિક શાળાના શિક્ષકે બનાવી પેટ્રોલ વગર ચાલતી અનોખી કાર


સુરત જિલ્લાના નાનકડા ઓંડચ ગામના પ્રાથમિક શાળાનાશિક્ષકે એવી સોલર કાર બનાવી છે જે ૨૮ કિમીની ઝડપે ચાલે છે. સાંજે સૂર્યપ્રકાશ બંધ થયા બાદ ૮૫ કિમીનું અંતર કાપે છે. બે માણસો બેસી શકે છે.

કાર બનાવનાર શિક્ષક છોટુભાઈ પટેલેના કારને નુના-૩ નામ આપ્યું છે. આ કાર સોલર ગિયર સિસ્ટમ દ્વારા ચાલે છે. કારનું ઇંધન સોલાર પેનલથી ચાર્જ થયેલી બેટરી પૂરું પાડે છે. નૂના-૩ ૧૫૦ કિલોગ્રામ જેટલો ભાર એકદમ સરળતાથી ખેંચે છે. તેની મહત્તમ ઝડપ ૨૮ કિમી / કલાકની છે. એક વાર બેટરી ફૂલ ચાર્જ થઈ ગયા પછી ૩.૦૦ કલાક સુધી ચાલે છે.

એક્સિલેટરની મદદથી તેની ગતિ વધારી કે ઘટાડી શકાય છે. તેમાં બે માણસો મુસાફરી કરી શકે છે.તેની ખાસિયત એ છે કે સૂર્યપ્રકાશ બંધ થયા પછી ૮૫ કિમી સુધી જઈ શકે છે. આ કાર ફક્ત ૭૬૫૦ રૂપિયાના ખર્ચે બનાવી દેવાય છે.

૨૮ કિમી ઝડપી કાર ચાલે છે ૮૫ કિમી સુધી સૂર્યપ્રકાશ વગર કાર ચાલી શકે ૭૬૫૦ રૂપિયામાં સંપૂર્ણ કાર તૈયાર થાય છે

આ છે કારની વિશેષતાઓ...

સોલર કાર બનાવનાર છોટુભાઈ પટેલે કારની વિશિષ્ટતા જણાવતાં કહ્યું કે, આ કારમાં અખૂટ તેમજ નિશુલ્ક: સૂર્ય શક્તિનો ઉપયોગમાં લેવામાં આવે છે. ધૂમાડો કે ઘોંઘાટ રૂપે થતું વાતાવરણનું પ્રદૂષણ અટકાવવામાં આવે છે. કોલસો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જે ઈંધણના રૂપમાં વપરાય છે, તે બચાવી શકાય, નહીવત ખર્ચે તૈયાર થઈ જાય.

વિકલાંગ માણસો પણ આ કારનો ઉપયોગ કરી શકે છે. એકવાર આ સોલર પેનલ બનાવ્યા બાદ તેમાં કદી નુકસાની આવતી નથી. હાલ તાલુકા કક્ષાએ યોજાઈ ગયેલ વિજ્ઞાન- ગણિત પ્રદર્શન ૨૦૧૧માં કારનો પ્રથમ નંબર આવ્યો હતો. હવે તે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ જશે.

No comments:

Post a Comment