Tuesday 20 September 2011


1873ના સમયમાં ફિલિયસ ફોગ નામના યુરોપિયન સાહસિકને દુનિયાનું પરિભ્રમણ કરતા પુરા 80 દિવસનો સમય લાગ્યો હતો પરંતુ 2011માં લેટેસ્ટ ટેક્નોલોજીમાં માત્ર એક જ મિનિટમાં પૃથ્વીનું પરિભ્રમણ માત્ર એક જ મિનિટમાં જોવું શક્ય બન્યું છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલા પૃથ્વીની તસવીરોનું તાજેતરમાં જ સંકલન કરીને એક અદ્દભૂત વીડિયો બનાવીને તેને યૂ-ટ્યૂબ પર મુકવામાં આવ્યો હતો.

સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી આ તસવીરોનું જેમ્સ ડ્રેકન નામના વ્યક્તિએ સંકલન કર્યુ હતુ. પૃથ્વીથી 220 માઈલ ઉપરથી લેવામાં આવેલી આ તસવીરોનો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર સનસનાટી બની રહ્યો છે.

વિજ્ઞાનના શિક્ષક એવા જેમ્સ ડ્રેકને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલી 600 જેટલી તસવીરોનું સંકલન કરીને આ વીડિયો બનાવ્યો હતો. 15 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરવામાં આવેલો આ વીડિયો યૂ-ટ્યૂબ પર લોકપ્રિય બન્યો છે. પેસેફિક મહાસાગર પરથી શરૂ થતો આ વીડિયો નોર્થ અને સાઉથ અમેરિકા પર થઈને એન્ટાર્કટિકા નજીક સૂર્યના પ્રકાશમાં આવતા વિસ્તારોને આવરી લે છે

No comments:

Post a Comment